Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : West Bengal/ During the oath-taking ceremony, PM Modi honored veteran activist Makhanlal Sarkar by touching his feet

VIDEO: પ. બંગાળ/ શપથ ગ્રહણ સમારોહ દરમિયાન PM મોદીએ દિગ્ગજ કાર્યકર માખનલાલ સરકારના ચરણસ્પર્શ કરી સન્માનિત કર્યા

Timeછેલ્લું અપડેટ : 09 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકારના ઐતિહાસિક શપથ ગ્રહણ સમારોહ દરમિયાન એક અત્યંત ભાવુક દ્રશ્ય જોવા મળ્યું હતું. બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ પર મુખ્યમંત્રી તરીકે સુવેન્દુ અધિકારીના શપથ લેતા પહેલા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંચ પર હાજર ૯૮ વર્ષીય દિગ્ગજ કાર્યકર માખનલાલ સરકારના ચરણસ્પર્શ કર્યા અને તેમને ગળે લગાડી સન્માનિત કર્યા હતા.  માખનલાલ સરકાર પશ્ચિમ બંગાળમાં ભાજપના પાયાના પથ્થર સમાન છે. ૧૯૫૨માં શ્યામા પ્રસાદ મુખર્જી સાથે કાશ્મીર આંદોલન દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી હતી. ૧૯૮૦માં ભાજપની સ્થાપના બાદ તેમણે ઉત્તર બંગાળમાં સંગઠનને મજબૂત કરવા પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું હતું. જ્યારે બંગાળમાં ભાજપનું અસ્તિત્વ નહોતું, ત્યારે તેમણે હજારો સભ્યોની નોંધણી કરાવી હતી. પીએમ મોદીએ ૯૮ વર્ષીય દિગ્ગજ કાર્યકરનું  સન્માન કરીને એ સંદેશ આપ્યો છે કે ભાજપ આજે જે ઊંચાઈ પર છે, તે માખનલાલ જેવા લાખો પાયાના કાર્યકરોની મહેનતનું પરિણામ છે.

App Store