VIDEO: પ. બંગાળ/ આસનસોલમાં ભાજપના ઐતિહાસિક વિજય બાદ વર્ષોથી બંધ માતા દુર્ગાનું પ્રાચીન મંદિર ફરીથી ભક્તો માટે ખોલાયું
સોર્સ : GSTV
પશ્ચિમ બંગાળના આસનસોલમાં ભાજપના ઐતિહાસિક વિજય બાદ એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહીં છેલ્લા ઘણા વર્ષોથી બંધ પડેલું માતા દુર્ગાનું પ્રાચીન મંદિર ફરીથી ભક્તો માટે ખોલવામાં આવ્યું છે. ભાજપની જીતને પગલે સ્થાનિક લોકોમાં ભારે હર્ષની લાગણી છે અને મોટી સંખ્યામાં ભક્તોએ મંદિરે પહોંચી પૂજા-અર્ચના કરી હતી. આ ઘટનાને લોકો ધાર્મિક આસ્થા અને લોકશાહીના નવા સૂર્યોદય તરીકે જોઈ રહ્યા છે. આસનસોલમાં આ મંગલમય પ્રસંગની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે.

