VIDEO: ગુરુવાયૂર મંદિરમાં લગ્નોની ધૂમ
સોર્સ : gstv
કેરળના પ્રસિદ્ધ ગુરુવાયૂર શ્રી કૃષ્ણ મંદિરમાં મલયાલમ કેલેન્ડરના અંતિમ મહિના 'ચિંગમ'ના આખરી રવિવારે અદભુત નજારો જોવા મળ્યો હતો. આ શુભ દિવસે એક જ દિવસમાં ૪૫૦ થી વધુ ભવ્ય લગ્નો સંપન્ન થયા હતા.વહેલી સવારથી જ મંદિર પરિસર વર-કન્યા, તેમના સ્વજનો અને મહેમાનોથી ઉભરાઈ ગયું હતું. લગ્નની વિધિઓ સમયસર અને વ્યવસ્થિત રીતે પાર પાડવા માટે મંદિર પ્રશાસન દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. એકસાથે સેંકડો યુગલોએ લગ્નગ્રંથિથી જોડાઈને નવા જીવનની શરૂઆત કરી હતી, જેના કારણે સમગ્ર મંદિર परिसरમાં ઉત્સવ જેવું દ્રશ્ય સર્જાયું હતું અને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

