VIDEO: હવામાનમાં પલટો: પહાડી રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, ચારધામ યાત્રા અસ્થાયી રૂપે સ્થગિત કરાઈ
સોર્સ : gstv
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ગાજવીજ સાથે વરસાદ અને વીજળી પડવાની સંભાવના છે. શિમલા, મનાલી અને દેહરાદૂન સહિતના વિસ્તારોમાં રેડ-ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ખરાબ હવામાનને કારણે કેદારનાથ અને બદ્રીનાથની ચાર ધામ યાત્રા સુરક્ષાના ભાગરૂપે અસ્થાયી રૂપે અટકાવી દેવામાં આવી છે. ઉત્તર ભારત સહિત દિલ્હી – એનસીઆર અને તેની આસપાસમના ક્ષેત્રોમાં વરસાદ પડવાની સં નહિવત્ છે અને આકાશ સ્વચ્છ બન્યું છે. જોકે, પર્વતીય વિસ્તારોમાં આગામી કેટલાક દિવસો સુધી વરસાદનું જોખમ યથાવત રહેશે.

