VIDEO: હવામાન સુધરતા ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રા પુનઃ શરૂ: ૧,૫૦૦થી વધુ શ્રદ્ધાળુઓ સુરક્ષિત કરાયા
સોર્સ : gstv
હવામાનમાં સુધારો થતાં ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા ફરી શરૂ કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે ૨૬ સપ્ટેમ્બરથી આ યાત્રા સ્થગિત કરાઈ હતી, જે દરમિયાન કેદારનાથ ટ્રેક રૂટ પર ચિરબાસા વિસ્તારમાં ફસાયેલા આશરે 1 હજાર 500 જેટલા યાત્રાળુઓને એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો દ્વારા સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે....આ અગાઉ ભૂસ્ખલનની દુર્ઘટનામાં એક બાળકનું મૃત્યુ થયું હતું. હાલ સ્થિતિ કાબૂમાં છે અને તંત્ર દ્વારા યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

