Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : "We will pray at Bapu's mausoleum for Modi-Shah to be blessed with wisdom!" Kharge's big statement on the central government before reaching Rajghat

VIDEO: "મોદી-શાહને સદ્બુદ્ધિ મળે તે માટે બાપુની સમાધિએ પ્રાર્થના કરીશું!" રાજઘાટ પહોંચતા પહેલાં ખડગેનું કેન્દ્ર સરકાર પર મોટું નિવેદન

Timeછેલ્લું અપડેટ : 08 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઈન્ડિયા ગઠબંધનના તમામ સાંસદો સાથે ગાંધી મેમોરિયલ (રાજઘાટ) પર શાંતિપૂર્ણ ધરણા પ્રદર્શન કરવાની જાહેરાત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર આકરા પ્રહારો કર્યા છે.

App Store

કનોટ પ્લેસ ખાતે વિપક્ષી સાંસદો સાથેની મહત્વની બેઠક બાદ મીડિયા સાથે વાતચીતમાં મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, "અમે, ઈન્ડિયા ગઠબંધનના તમામ સભ્યો, શાંતિપૂર્ણ ધરણા પ્રદર્શન માટે ગાંધી મેમોરિયલ જઈ રહ્યા છીએ. અમે ત્યાં બેસીને પ્રાર્થના કરીશું કે ભાજપ સરકારને, ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને એ વાત સમજવાની સદ્બુદ્ધિ મળે કે તેમના નિર્ણયો અને કામગીરી દેશના હિતમાં નથી."

મતની ચોરી અને મોંઘવારી જેવા મુદ્દાઓ પર ઘેરી સરકાર

ખડગેએ કેન્દ્ર સરકાર પર પ્રહારો ચાલુ રાખતાં કહ્યું કે, "પછી ભલે તે વોટની ચોરીનો મુદ્દો હોય, કૂદકે ને ભૂસકે વધતી મોંઘવારી હોય, યુવાનોની સમસ્યાઓ હોય કે પછી તેમણે પોતે ઊભી કરેલી અન્ય કોઈ કટોકટી હોય — આ તમામ બાબતો જાહેર હિતની વિરુદ્ધ જઈ રહી છે. આ જ કારણ છે કે અમે ગાંધી મેમોરિયલ જઈ રહ્યા છીએ."

મહાન નેતાઓએ અપાવેલી આઝાદી છીનવવાનો આરોપ

તેમણે ગંભીર આરોપ મૂકતાં ઉમેર્યું કે, "પંડિત જવાહરલાલ નેહરુ, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપણને જે આઝાદી અપાવી હતી, આ સરકાર તેને છીનવી લેવાનો અને નષ્ટ કરવાનો તમામ પ્રયાસ કરી રહી છે. તેઓ જનતા પાસેથી વોટ આપવાનો અધિકાર પણ છીનવી રહ્યા છે. અમે ત્યાં બેસીને પ્રાર્થના કરીશું કે સરકારને એ સદ્બુદ્ધિ મળે જેથી તેઓ આપણા હકો અને બંધારણીય અધિકારો છીનવવાનું બંધ કરે. અમે રાજઘાટ પર શાંતિપૂર્ણ રીતે બેસીને આ વિરોધ નોંધાવીશું."

ટોપિક્સ:GSTV NewsGujarati News