VIDEO : 'બંગાળને માછીમારી- સીફૂડ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવીશું' , PM MODIએ ચૂંટણી રેલીમાં કર્યો હુંકાર
સોર્સ : GSTV
પશ્ચિમ બંગાળના પૂર્બા મેદિનીપુરમાં એક જાહેર સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડબલ એન્જિન સરકાર ની અનિવાર્યતા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે જો વડાપ્રધાન અને મુખ્યમંત્રી સાથે મળીને કામ કરે તો જ બંગાળનો સર્વાંગી વિકાસ શક્ય છે. મોદીએ ખાસ કરીને માછીમારી અને સીફૂડ ક્ષેત્રે બંગાળને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ભાજપ સરકારે માછીમારોના કલ્યાણ માટે અલગ મત્સ્ય પાલન મંત્રાલય બનાવ્યું અને રેકોર્ડ બજેટ ફાળવ્યું છે.
વડાપ્રધાને ઉમેર્યું કે માછીમારોને હવે કિસાન ક્રેડિટ કાર્ડ અને ₹5 લાખ સુધીના વીમા કવચની સુવિધા મળી રહી છે. તેમણે ખાતરી આપી હતી કે બંગાળમાં ભાજપની સરકાર બનતા જ કેન્દ્રની તમામ યોજનાઓ વધુ ઝડપથી અને કાર્યક્ષમતાથી લાગુ કરવામાં આવશે, જેનાથી બ્લુ ઈકોનોમી ને વેગ મળશે.

