VIDEO: રાંચીમાં પાણીની ટાંકી ધરાશાયી, બેના મોત
સોર્સ : gstv
ઝારખંડના રાંચીના મારવાડી કોલેજ વિસ્તારમાં પાણીની મોટી ટાંકી ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. અકસ્માતમાં બે શ્રમિકોના મોત થયા છે. ટાંકી ધરાશાયી થતાં કાટમાળ નીચે શ્રમિકો દટાયા હોવાની માહિતી મળ્યા બાદ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં NDRFની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. કાટમાળ હટાવીને ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસ અને પ્રશાસનની ટીમો પણ સ્થળ પર પહોંચી હતી. કોટવાલી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સનોજ ચૌધરી અને NDRF કમાન્ડન્ટ એમ.ડી. સલીમ રયીમે ઘટનાને લઈને માહિતી આપી છે.

