VIDEO: ભારે વરસાદ બાદ બ્રહ્મપુત્રા નદીનું જળસ્તર વધ્યું, સ્થાનિકોમાં ભારે ચિંતા
સોર્સ : gstv
અસમ અને તેના અડીને આવેલા વિસ્તારોમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે ગુવાહાટીમાં બ્રહ્મપુત્રા નદીનું જળસ્તર ચિંતાજનક રીતે વધી રહ્યું છે. નદીના પાણી સતત વધવાને કારણે કાંઠાના નીચાણવાળા વિસ્તારો અને માર્ગો પર પૂરના પાણી ફરી વળવાની ગંભીર ભીતિ ઊભી થઈ છે, જેને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ચિંતા અને ભયનો માહોલ વ્યાપી ગયો છે. નદીકાંઠે રહેતા લોકોનું કહેવું છે કે જળસ્તર વધવાના કારણે સંપર્ક માર્ગો બંધ થવાનો અને ઘરોમાં પાણી ઘૂસી જવાનો ખતરો વધી ગયો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપદા પ્રબંધન તંત્ર અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તટવર્તી વિસ્તારોના લોકોને સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે. સાથે જ નદી કિનારે ન જવાની સલાહ આપીને રાહત ટીમોને કોઈપણ કટોકટી પહોંચી વળવા માટે એલર્ટ કરી દેવામાં આવી છે.

