Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Water disaster-like situation in Madurai, roads turned into rivers due to unseasonal rains

VIDEO : મદુરાઈમાં જળ હોનારત જેવી સ્થિતિ, અનરાધાર વરસાદથી રસ્તાઓ નદી બન્યા, ટ્રાફિક જામ અને પાણી ભરાતા પ્રજા ત્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 07 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

તમિલનાડુના મદુરાઈમાં ગત રાત્રિથી વરસેલા અનરાધાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. ખાસ કરીને પેરિયાર વિસ્તારમાં ભારે પાણી ભરાવાને કારણે વાહનચાલકો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગઈકાલે મોડી રાત્રે શરૂ થયેલા મુશળધાર વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા છે. પેરિયાર અને તેની આસપાસના મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અનેક વાહનો પાણીમાં ફસાયા છે અને લોકો મુશ્કેલીથી રસ્તો પસાર કરી રહ્યા છે. નગરપાલિકાની ટીમ દ્વારા પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ સતત વરસાદને કારણે રાહત કાર્યમાં અવરોધ આવી રહ્યો છે. સ્થાનિકોના મતે, નબળી ડ્રેનેજ સિસ્ટમના કારણે સામાન્ય વરસાદમાં પણ આવી વિકરાળ સમસ્યા સર્જાય છે. હવામાન વિભાગે હજુ પણ આગામી કલાકોમાં વધુ વરસાદની આગાહી કરી છે, જેને પગલે વહીવટી તંત્રને સતર્ક રહેવા આદેશ અપાયા છે.

App Store
ટોપિક્સ:rainmadurai raingstvgstv news