VIDEO: PFની વેજ સીલિંગ લિમિટ ૧૫ હજારથી વધીને ૨૫ હજાર થઈ
સોર્સ : gstv
સરકારે EPFO હેઠળ માસિક પગાર મર્યાદા વધારીને ૨૫ હજાર કરવાનો મોટો નિર્ણય લીધો છે. આ ફેરફારથી દેશના આશરે ૫૧ લાખ નવા કર્મચારીઓ હવે પીએફ, EPS અને ઇન્સ્યોરન્સ જેવી સામાજિક સુરક્ષા યોજનાઓ હેઠળ આવરી લેવાશે. નવા નિયમથી કર્મચારીઓનું પીએફ યોગદાન ૧૮૦૦થી વધીને ૩ હજાર થશે. એટલે કે કર્મચારી અને કંપની બંને તરફથી દર મહિને ૧૨૦૦નો વધારો થશે. જેના કારણે કર્મચારીઓની હાથમાં આવતી માસિક સેલરી ઘટશે, પરંતુ રિટાયરમેન્ટ ફંડ બમણી ઝડપે વધશે. નવા લેબર કોડ અને સોશિયલ સિક્યોરિટી કોડ મુજબ કંપનીઓ સીધો પગાર કાપી શકશે નહીં. કંપનીઓનું પીએફ કન્ટ્રિબ્યુશન વધતાં CTC અને ઓપરેટિંગ ખર્ચનું ભારણ વધવાની શક્યતા છે

