VIDEO : વિરુધ્ધનગર: સિવકાશી નજીક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, અનેક લોકો ઈજાગ્રસ્ત
તમિલનાડુના વિરુધ્ધનગર જિલ્લામાં સિવકાશી નજીક આજે એક મોટી દુર્ઘટના સર્

તમિલનાડુના વિરુધ્ધનગર જિલ્લામાં સિવકાશી નજીક આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. એક નિષ્ક્રિય ફટાકડાની ફેક્ટરીમાં અચાનક થયેલા પ્રચંડ વિસ્ફોટને કારણે આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આ દુર્ઘટનામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને બચાવ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વિસ્ફોટની તીવ્રતા એટલી હતી કે ફેક્ટરીના માળખાને ગંભીર નુકસાન થયું છે. જોકે ફેક્ટરી નિષ્ક્રિય હતી, તેમ છતાં ત્યાં વિસ્ફોટક પદાર્થો કેવી રીતે હતા, તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા હાલમાં રાહત કામગીરી ચાલુ છે અને આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.




