VIDEO: મુંબઈમાં ઉદ્ધવ અને રાજ ઠાકરેની આગેવાનીમાં વિરાટ ગર્જના મોરચો, મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ
સોર્સ : gstv
મુંબઈમાં ઉદ્ધવ ઠકારે જૂથની શિવસેના પાર્ટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને MNS પ્રમુખ રાજ ઠાકરેએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સંયુક્ત વિરાટ ગર્જના મોરચાનું નેતૃત્વ કર્યું હતું. ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિઓના આક્ષેપ સાથે નીકળેલી આ રેલીમાં કોંગ્રેસ અને NCP (SP) ના નેતાઓ પણ જોડાયા હતા....મેટ્રો સિનેમાથી શરૂ થયેલો આ મોરચો BMC મુખ્યાલય તરફ આગળ વધ્યો હતો. આ દરમિયાન રાજ ઠાકરેએ મહારાષ્ટ્રમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા તાત્કાલિક રદ કરવાની અને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનને બદલે બેલેટ પેપરથી ચૂંટણી યોજવાની પ્રબળ માંગ કરી હતી. નેતાઓએ મતદાર યાદીમાંથી લાખો લોકોના નામ કમી કરવા સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

