VIDEO: મણિપુરના સેનાપતિ જિલ્લામાં હિંસા; એક ઘરને આગ ચાંપી, બે ઘરોમાં તોડફોડ
સોર્સ : gstv
સોમવારે સવારે મણિપુરના સેનાપતિ જિલ્લામાં તાફૌ અને તેની આસપાસના વિસ્તારોમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી. સમાચાર એક ઘરને આગ ચાંપી દેવામાં આવી હતી અને બે અન્ય ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટનામાં એક CRPF જવાન ઘાયલ થયો હતો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
બે જૂથો વચ્ચે ગોળીબારની અથડામણ દરમિયાન એક CRPF જવાન ઘાયલ થયો
પોલીસે માહિતી આપી હતી કે સોમવારે મણિપુરના સેનાપતિ જિલ્લામાં બે જૂથો વચ્ચે ગોળીબારની અથડામણ દરમિયાન એક CRPF જવાન ઘાયલ થયો હતો અને અનેક ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી. આ ઘટના બાદ સ્થાનિક લોકોએ રસ્તાઓ પર રોક લગાવી દીધી હતી. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કાંગપોકપી જિલ્લાના તાફૌ કુકી ગામમાં રાત્રે 2:30 વાગ્યાની આસપાસ બદમાશોએ એક ઘરને આગ ચાંપી દીધી હતી.

