Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: What was this seen in the sky of Delhi? People were shocked

VIDEO: દિલ્હીના આકાશમાં આ તો શું દેખાયું? લોકો પડ્યા અચંબામાં

Timeછેલ્લું અપડેટ : 20 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

શુક્રવારે રાત્રે દિલ્હી-NCR ના નિવાસીઓએ આકાશમાં એક તેજસ્વી પ્રકાશ જોયો. થોડી ક્ષણો માટે પ્રકાશની આ તેજસ્વી રેખા દૂર દૂર સુધી ફેલાઈ ગઈ, જેનાથી કેટલાક લોકો અચંબામાં પડી ગયા તો કેટલાક લોકો ડરી ગયા. વાસ્તવમાં આ એક ઉલ્કાપિંડ હતો, જેને કેટલાક લોકોએ કેમેરામાં પણ કેદ કર્યો હતો. હવે આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

App Store

દિલ્હીના આકાશમાં રાતે દેખાયો અદભૂત નજારો

ઝગમગતા પ્રકાશની આ રેખા એક જગ્યાથી શરૂ થઈને ઘણી દૂર સુધી ફેલાયેલી દેખાઈ. એવું માનવામાં આવી રહ્યું છે કે, ઉલ્કાપિંડ હવામાં જ તૂટી પડ્યો હતો. આ અદભૂત નજારો દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામથી લઈને અલીગઢ સુધીના અનેક શહેરોમાં દેખાયો હતો. ઘણા લોકોએ આ દ્રશ્ય કેમેરામાં કેદ કર્યું અને પોતાના અનુભવો શેર કર્યા.

વીડિયો વાઈરલ

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાઈરલ થઈ ગયો. આગ જેવી ઝગમગતી રેખા છોડતા ઉલ્કાપિંડ આગળ વધ્યો અને પછી નાના-નાના ટુકડાઓમાં વિખેરાઈ ગયો. ઘણા લોકોએ આ વીડિયો શેર કરીને તેની તુલના 'તૂટતા તારાના વિસ્ફોટ' સાથે કરી. ઘણા લોકોએ કહ્યું કે અમે અમારા જીવનમાં આવો નજારો ક્યારેય નથી જોયો.

નિષ્ણાતોનું કહેવું છે કે, તે કદાચ બોલાઈડ હતી. બોલાઈડ એ એક પ્રકારનો ઉલ્કાપિંડ છે જે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા જ તીવ્ર ઘર્ષણ અને ગરમીને કારણે તૂટીને ટુકડાઓમાં વિખેરાઈ જાય છે. કારણ કે તે હવામાં જ ટુકડાઓમાં વિખેરાઈ જતો હોવાથી જમીન પર કોઈ નુકસાન થવાની આશંકા નથી.