Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: Uddhav Thackeray calls an all-important emergency meeting of all MPs Once again signs of major upheaval and major political earthquake

VIDEO: ઉદ્ધવ ઠાકરેએ તમામ સાંસદોની એક અત્યંત મહત્ત્વની ઈમરજન્સી બેઠક બોલાવી  ફરી એકવાર મોટા ઉલટફેર અને ભારે રાજકીય ભૂકંપના સંકેતો

Timeછેલ્લું અપડેટ : 15 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મોટા ઉલટફેર અને ભારે રાજકીય ભૂકંપના સંકેતો મળી રહ્યા છે. શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથની ચિંતામાં ધરખમ વધારો કરતાં સમાચાર સામે આવ્યા છે. પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મુંબઈ સ્થિત પોતાના નિવાસસ્થાન 'માતોશ્રી' પર તમામ સાંસદોની એક અત્યંત મહત્ત્વની અને ઈમરજન્સી બેઠક બોલાવી હતી. પરંતુ આ સંવેદનશીલ બેઠક શરૂ થાય તે પહેલાં જ શિરડી લોકસભા બેઠકના સાંસદ ભાઉસાહેબ વાકચૌરે સંપર્ક વિહોણા થઈ ગયા છે અને અન્ય બે સાંસદો પણ બેઠકમાં પહોંચ્યા ન હતા.  હાલમાં લોકસભામાં ઉદ્ધવ જૂથ પાસે કુલ 9 સાંસદો છે અને રાજ્યસભામાં માત્ર સંજય રાઉત બચ્યા છે. પાછલા કેટલાક દિવસોથી શિંદે જૂથ અને સત્તાધારી પક્ષના નેતાઓ સતત એવો દાવો કરી રહ્યા છે કે ઉદ્ધવ જૂથના 9માંથી ઓછામાં ઓછા 7 સાંસદો મુખ્યમંત્રી એકનાથ શિંદેના સીધા સંપર્કમાં છે. આ સાંસદો ગમે ત્યારે પક્ષપલટો કરીને શિંદે જૂથમાં જોડાઈ શકે છે તેવી અટકળોએ જોર પકડ્યું છે.

App Store