VIDEO : ત્રિપુરાના પરંપરાગત વાદ્ય 'સરીંદા'ને મળ્યો પ્રતિષ્ઠિત GI ટેગ
સોર્સ : GSTV
ત્રિપુરાના આદિવાસી સંસ્કૃતિના પ્રતીક સમાન પરંપરાગત સંગીત વાદ્ય સરીંદા ને સત્તાવાર રીતે ભૌગોલિક સંકેત મળ્યો છે. આ સિદ્ધિ બદલ ત્રિપુરાના મુખ્યમંત્રી ડૉ. માણિક સાહાએ રાજ્યના કલાકારો અને કારીગરોને અભિનંદન પાઠવ્યા છે. સીએમ સાહાએ જણાવ્યું હતું કે, આ માઈલસ્ટોન રાજ્યના સ્વદેશી સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા અને ત્રિપુરાની લોક પરંપરાઓને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવામાં મદદરૂપ થશે. સરીંદા એ ત્રિપુરાની આદિવાસી સમુદાયોની સમૃદ્ધ કલાત્મક ઓળખ છે. GI ટેગ મળવાથી આ વાદ્યના ઉત્પાદન અને તેની સાથે જોડાયેલા કારીગરોને વિશેષ સુરક્ષા અને ઓળખ મળશે. આ નિર્ણય રાજ્યની સાંસ્કૃતિક વિરાસતને સુરક્ષિત રાખવાના સરકારના પ્રયાસોને વેગ આપશે. ત્રિપુરાના આ લોક વાદ્યને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠા મળતા સ્થાનિક કલાકારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

