VIDEO/ મમતા બેનર્જીના ઘર પાસે મૂકવામાં આવેલા 'સ્માર્ટ ગાર્ડ રેલ' બેરિકેડ્સને હટાવી દેવાયા
સોર્સ : GSTV
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના કાલીઘાટ સ્થિત નિવાસસ્થાનની સુરક્ષામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. કોલકાતા પોલીસ દ્વારા મુખ્યમંત્રીના ઘરથી માત્ર 200 મીટરના અંતરે મૂકવામાં આવેલા અત્યાધુનિક 'સ્માર્ટ ગાર્ડ રેલ' બેરિકેડ્સને હટાવી દેવામાં આવ્યા છે…અહેવાલ અનુસાર આ વિસ્તારમાં સામાન્ય જનતાની અવરજવર અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોઈ શકે છે..
તાજેતરની સુરક્ષા સમીક્ષા બાદ પોલીસ દ્વારા બેરિકેડ્સ હટાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અગાઉ, સુરક્ષાના કારણોસર આ સ્માર્ટ બેરિકેડ્સ દ્વારા ચુસ્ત નાકાબંધી કરવામાં આવી હતી.... આ સ્માર્ટ ગાર્ડ રેલ્સ સેન્સર અને સીસીટીવી કેમેરા જેવી સુવિધાઓથી સજ્જ હતા, જેનો ઉપયોગ શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવા માટે થતો હતો.

