Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO/ Successful rescue of teenagers in Siddharthnagar after 15 hours of struggle!

VIDEO/ 15 કલાકની જહેમત બાદ સિદ્ધાર્થનગરમાં કિશોરોનું સફળ રેસ્ક્યુ!

Timeછેલ્લું અપડેટ : 03 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગરમાં કાંશીરામ આવાસની પાણીની ટાંકીની સીડી તૂટી પડતા સર્જાયેલી દુર્ઘટનામાં વહીવટીતંત્રે ૧૫ કલાકના લાંબા ઓપરેશન બાદ બે કિશોરોને હેલિકોપ્ટરની મદદથી સુરક્ષિત બચાવી લીધા છે. શનિવારે બપોરે સીડી તૂટતા ટાંકી પર ચઢેલા પાંચ બાળકોમાંથી ત્રણ નીચે પડ્યા હતા, જેમાંથી એકનું મોત નીપજ્યું હતું અને બે સારવાર હેઠળ છે. અન્ય બે કિશોરો, પવન અને કલ્લુ, ટાંકી પર જ ફસાઈ ગયા હતા. SDRFની ટીમ રસ્તાના અભાવે રેસ્ક્યુ ન કરી શકતા, વહીવટીતંત્રે ડ્રોન દ્વારા બાળકો સુધી દોરડું પહોંચાડી પાણી, બિસ્કિટ અને ભોજન પૂરું પાડ્યું હતું. રવિવારે સવારે ૫ વાગ્યે હેલિકોપ્ટર આવતા બંનેને સુરક્ષિત ઉતારવામાં આવ્યા હતા. કલેક્ટર અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પાર પડેલા આ સફળ ઓપરેશનથી પરિવારોએ રાહતનો શ્વાસ લીધો છે.

App Store