VIDEO: સોલાંગ વેલીમાં બરફની મજા સ્થાનિક અર્થતંત્ર અને પ્રવાસન ભારે તેજી
દેશના મેદાની વિસ્તારોમાં પડી રહેલી અસહ્ય ગરમી અને હીટવેવથી રાહત મેળવવા માટે દેશભરમાંથી પ્ર

દેશના મેદાની વિસ્તારોમાં પડી રહેલી અસહ્ય ગરમી અને હીટવેવથી રાહત મેળવવા માટે દેશભરમાંથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં હિમાચલ પ્રદેશના પ્રખ્યાત હિલ સ્ટેશન મનાલી તરફ વળ્યા છે. ઉનાળુ વેકેશન અને અનુકૂળ હવામાનને કારણે મનાલીમાં પ્રવાસીઓનો અભૂતપૂર્વ ધસારો જોવા મળી રહ્યો છે, જેના લીધે સ્થાનિક અર્થતંત્ર અને પ્રવાસન ઉદ્યોગમાં ભારે તેજી આવી છે. સ્થાનિક હોટેલ એસોસિએશનના જણાવ્યા અનુસાર મનાલીની મોટાભાગની હોટેલો હોમસ્ટે અને રિસોર્ટ્સમાં ઓક્યુપન્સી ૮૦ ટકાથી વધુ વટાવી ગઈ છે અને વિકેન્ડ દરમિયાન તે ૧૦૦ ટકા એટલે કે પૂરેપૂરી હાઉસફુલ થવાના આરે પહોંચી જાય છે. અગાઉથી બુકિંગ કરાવ્યા વગર આવતા પ્રવાસીઓને રૂમ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. તાજેતરમાં જ રોહતાંગ પાસ પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકાતાં અને અટલ ટનલ તેમજ સોલાંગ વેલીમાં બરફની મજા માણવા માટે લોકો ઉમટી પડ્યા છે.


