VIDEO: ઝોજિલા પાસ નજીક શૈતાન નાળાહ વિસ્તારમાં હિમસ્ખલન થતા અનેક વાહનો આવ્યા ઝપેટમાં
સોર્સ : gstv
શનિવારે ઝોજિલા પાસ નજીક શૈતાન નાળાહ વિસ્તારમાં હિમસ્ખલન થતા અનેક વાહનો તેની ચપેટમાં આવી ગયા છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં હજી સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. બચાવ દળો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અને અસરગ્રસ્ત લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ માર્ગ સાફ કરવાની કામગીરી ચાલુ છે. અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે બચાવ દળો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને અસરગ્રસ્ત માર્ગને સાફ કરવાની કામગીરી ચાલી રહી છે. સાથે જ ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા પ્રયત્નો ચાલુ છે.

