Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત / VIDEO समाचार : VIDEO: Threat to blow up Tiruchirappalli Collectorate office with bomb

VIDEO : તિરુચિરાપલ્લી કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી

Timeછેલ્લું અપડેટ : 26 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

તમિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લા કલેક્ટર કચેરીને ઈ-મેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્રમાં હડકંપ મચી ગયો હતો. ધમકી મળતાની સાથે જ પોલીસ, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી. સમગ્ર પરિસરને સુરક્ષાના ઘેરામાં લઈ સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કચેરીના દરેક વિભાગ તેમજ આસપાસના વિસ્તારમાં ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. સાવચેતીના ભાગરૂપે કર્મચારીઓ અને મુલાકાતીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી. પોલીસે ધમકીભર્યો ઈ-મેલ કોણે મોકલ્યો તેની તપાસ શરૂ કરી છે અને સાયબર ટીમ પણ ઈ-મેલના સ્ત્રોત સુધી પહોંચવાના પ્રયાસો કરી રહી છે.

App Store
ટોપિક્સ:gstvnewstamilnadutiruchirappalli