VIDEO: એસએફઆઈ દ્વારા એનટીએ કચેરી બહાર વિરોધ
દિલ્હી ખાતે સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી એટલે કે એનટીએ ની કામપ્રણાલી સામે મોરચો ખોલવામાં આવ્યો હતો . દેશભરની પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ, પેપર લીક અને વહીવટી અસમર્થતાના વિરોધમાં એસએફઆઈ દિલ્હી યુનિટના નેતૃત્વ હેઠળ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ એનટીએની મુખ્ય કચેરી બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અને યુવા નેતાઓએ સ્પષ્ટ માગણી કરી હતી કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરતી એનટીએ સંસ્થાને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે. પ્રદર્શન દરમિયાન પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ જેવું વાતાવરણ પણ સર્જાયું હતું, કારણ કે વિદ્યાર્થીઓ સૂત્રોચ્ચાર કરતા કચેરીની અંદર પ્રવેશી રહ્યા હતા. પરીક્ષાઓમાં પારદર્શિતા લાવવા અને ભ્રષ્ટાચાર આચરતી આ એજન્સીને નાબૂદ કરવા માટે દેશવ્યાપી આંદોલનની ચીમકી પણ આ અવસરે વિદ્યાર્થી સંગઠનો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી .

