VIDEO: ગુરુગ્રામમાં મુશળધાર વરસાદથી સર્જાયો ભારે જળબંબાકાર
સોર્સ : gstv
હરિયાણાના ગુરુગ્રામમાં પડેલા ભારે વરસાદના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં જળબંબાકારની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. મુખ્ય માર્ગો, અંડરપાસ અને રહેણાંક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો છે. વરસાદી પાણીના ભારે ભરાવાને લીધે અનેક વાહનો રસ્તા પર બંધ પડી જતાં નોકરિયાતો અને વાહનચાલકો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાયા હતા. પવિત્ર શ્રાવણ માસ વચ્ચે ખાબકેલા આ વરસાદે સ્થાનિક તંત્રના પ્રી-મોન્સૂન કામગીરીના દાવાની પોલ ખોલી નાખી છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે પરંતુ પાણીના યોગ્ય નિકાલના અભાવે લોકો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

