VIDEO: ગુરુગ્રામમાં ભારે વરસાદથી ઇફ્કો ચોક પર જળબંબાકાર
સોર્સ : gstv
હરિયાણાના ગુરુગ્રામમાં પડેલા ભારે વરસાદ બાદ ઇફ્કો ચોક વિસ્તારમાં ગંભીર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી . શહેરના મુખ્ય ટ્રાફિક જંક્શન ગણાતા ઇફ્કો ચોક પર રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો . અંડરપાસ અને મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ જતાં અનેક વાહનો બંધ પડી ગયા હતા, જેના કારણે કિલોમીટરો સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીના પોકળ દાવાઓ વચ્ચે દૈનિક નોકરિયાતો અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા . ટ્રાફિક પોલીસે લોકોને આ રૂટ ટાળી વૈકલ્પિક માર્ગ પસંદ કરવા અને પાણી નિકાલની કામગીરી ઝડપી બનાવવા સૂચના આપી હતી .

