Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત / VIDEO समाचार : Cash worth crores of rupees recovered from West Bengal school

VIDEO : પશ્ચિમ બંગાળની સ્કૂલમાંથી કરોડો રૂપિયાની કેશ રિકવરી

Timeછેલ્લું અપડેટ : 11 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પશ્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગણાના કાંચરાપાડા સ્થિત હારનેટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પોલીસે દરોડા પાડીને આશરે ૧ કરોડ ૭૭ લાખ રૂપિયાની જંગી રોકડ રકમ જપ્ત કરી છે. બુધવારે મોડી રાત્રિથી ગુરુવાર વહેલી સવાર સુધી ચાલેલા આ ઓપરેશનમાં નોટો ગણવા માટે મશીનો લાવવા પડ્યા હતા. પોલીસ પૂછપરછ માટે સ્કૂલના કેશિયર અને આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટની અટકાયત કરી છે. આ દરમિયાન સ્કૂલના ‘સિંક રૂમ’માંથી કોન્ડોમના પેકેટ પણ મળી આવતા નવો વિવાદ સર્જાયો છે. સ્કૂલના આચાર્યએ આ નાણાંને વિદ્યાર્થીઓની એડમિશન ફી ગણાવી છે, જ્યારે સ્થાનિક ધારાસભ્ય સુદીપ્તો દાસે આક્ષેપ કર્યો છે કે આ સ્કૂલનો નહીં પરંતુ કેટલાક પ્રભાવશાળી રાજકીય નેતાઓનું કાળું નાણું છે, જે ED-CBIના ડરથી અહીં છુપાવવામાં આવ્યું હતું. હાલ પોલીસ આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.

App Store
ટોપિક્સ:gstvgstv newswest bengalraid