VIDEO: બ્રિજભૂષણ સિંહ મહિલા કુસ્તીબાજ યૌન શોષણ કેસમાં નિર્દોષ જાહેર
સોર્સ : gstv
દિલ્હાની રાઉઝ એવન્યુ કોર્ટે મહિલા કુસ્તીબાજોના કથિત યૌનશોષણ કેસમાં ભાજપના નેતા અને પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહને નિર્દોષ જાહેર કર્યા છે. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અશ્વિની પંવારે ચુકાદો સંભળાવતા ભારતીય કુસ્તી સંઘના પૂર્વ સચિવ વિનોદ તોમરને પણ રાહત મળી છે. બંને પક્ષોની દલીલો પૂર્ણ થયા બાદ 2 જુલાઈ, 2026ના રોજ કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. વર્ષ 2023માં સામે આવેલા આ કેસમાં 1133 દિવસ દરમિયાન કુલ 127 સુનાવણીઓ યોજાઈ હતી. બ્રિજભૂષણ શરણ સિંહ 20 જુલાઈ, 2023થી નિયમિત જામીન પર હતા, જ્યારે 10 મે, 2024ના રોજ કોર્ટ દ્વારા આરોપો ઘડાયા બાદ કેસની ટ્રાયલ શરૂ કરવામાં આવી હતી.

