VIDEO: રાજસ્થાનમાં પાણીની ટાંકી પર વિરોધ કરનારા સામે થશે કાર્યવાહી
સોર્સ : gstv
રાજસ્થાનમાં પડતર માંગણીઓ માટે પાણીની ટાંકીઓ કે ટાવર પર ચડી હાઈવોલ્ટેજ ડ્રામા રચનારાઓ સામે રાજસ્થાન પોલીસે આકરો એક્શન પ્લાન ઘડી કાઢ્યો હતો . હેડક્વાર્ટરના નિર્દેશથી સીઆઈડી દ્વારા તૈયાર કરાયેલા નવા નિયમ મુજબ, સુરક્ષિત નીચે ઉતાર્યા બાદ તબીબી તપાસમાં વ્યક્તિ સ્વસ્થ જણાશે તો તેની સામે એફઆઈઆર નોંધવામાં આવશે. આ ઉપરાંત રેસ્ક્યૂ કામગીરી દરમિયાન પોલીસ, સિવિલ ડિફેન્સ, ફાયરબ્રિગેડ અને અન્ય ઈમરજન્સી વિભાગો દ્વારા વપરાયેલા સરકારી સંસાધનો અને વાહનોનો તમામ ખર્ચ ગણતરી કરીને વિરોધ કરનાર પાસેથી જ વસૂલવામાં આવશે. વારંવાર બનતી આવી ઘટનાઓથી તંત્ર અને જનજીવન ખોરવાતું અટકાવવા આ કડક કાયદાકીય નિર્ણય લેવામાં આવ્યો હતો

