VIDEO/ રોબર્ટ વાડ્રાને મોટી રાહત: શિકોહપુર જમીન કૌભાંડના મની લોન્ડરિંગ કેસમાં દિલ્હી કોર્ટે આપ્યા જામીન
સોર્સ : GSTV
શિકોહપુર જમીન સોદા સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં રોબર્ટ વાડ્રાને દિલ્હીની રાઉસ એવન્યુ કોર્ટે જામીન આપ્યા છે. કોર્ટે તેમને 50 હજાર રૂપિયાના વ્યક્તિગત બોન્ડ પર જામીન મંજૂર કર્યા છે. જામીન મેળવ્યા બાદ વાડ્રાએ કહ્યું કે હું નિર્ભય છું અને છુપાવવા માટે મારી પાસે કંઈ નથી. મારે માત્ર EDને સહન કરવું પડશે. તેમણે દેશની ન્યાયિક વ્યવસ્થામાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને કહ્યું કે તેઓ દેશમાં જ રહેશે અને તમામ પ્રશ્નોના જવાબ આપશે. આ મામલાની આગામી સુનાવણી 10 જુલાઈએ થશે

