Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO/ Rajasthan's Sriganganagar roasts like an oven: 44 degrees

VIDEO/ રાજસ્થાનનું શ્રીગંગાનગર ભઠ્ઠીની જેમ શેકાયું: પારો 44 ડિગ્રીએ પહોંચતા હાહાકાર

Timeછેલ્લું અપડેટ : 27 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજસ્થાનના શ્રીગંગાનગરમાં કાળઝાળ ગરમીએ હાહાકાર મચાવ્યો છે, જ્યાં તાપમાનનો પારો વધીને 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે. પ્રચંડ હીટ વેવને કારણે સમગ્ર વિસ્તાર ભઠ્ઠીની જેમ શેકાઈ રહ્યો છે, જેના લીધે જનજીવન પર માઠી અસર પડી છે.બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળે છે અને લોકો ગરમીથી બચવા માટે ઘરમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીનું જોર હજુ વધવાની આશંકા વ્યક્ત કરી છે અને નાગરિકોને કામ વગર બહાર ન નીકળવા તેમજ હાઇડ્રેટેડ રહેવાની સલાહ આપી છે. પશુ-પક્ષીઓ પણ પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે. આકરી ગરમી અને ગરમ પવનોએ સ્થાનિકોની મુશ્કેલીમાં મોટો વધારો કર્યો છે.

App Store