VIDEO: દિલ્હી યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન! હંસરાજ કૉલેજના કડક નિર્ણય સામે વિદ્યાર્થીઓનો મોરચો
સોર્સ : GSTV
VIDEO: દેશની રાજધાની એવા દિલ્હીની પ્રતિષ્ઠિત હંસરાજ કૉલેજમાં વાતાવરણ ગરમાયું હતું .કોલેજ પ્રશાસન દ્વારા વાર્ષિક મહોત્સવ દરમિયાન કથિત ગેરવર્તણૂકના આરોપસર 30 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવતા વિદ્યાર્થી સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો .
ખાસ વાત એ છે કે સસ્પેન્ડ કરાયેલા વિદ્યાર્થીઓમાં વિદ્યાર્થી સંઘના 4 હોદ્દેદારોનો પણ સમાવેશ થાય છે.આ નિર્ણયના વિરોધમાં વિદ્યાર્થી સંઘના પ્રતિનિધિઓએ કોલેજ કેમ્પસમાં વિશાળ વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. વિદ્યાર્થીઓનો આરોપ છે કે આ કાર્યવાહી અન્યાયી છે અને લોકશાહી ઢબે ઉઠતા અવાઝને અટકાવવાનો પ્રયાસ છે. સાથે વિદ્યાર્થીઓ સસ્પેન્શન પાછું ખેંચવાની માંગ કરી હતી . સ્થિતિને જોતા કોલેજ પરિસરમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી.

