VIDEO: ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સના એવિયેશન ટર્બાઇન ફ્યુઅલ એટલે કે જેટ ફ્યુઅલની કિંમતોમાં ભારે 27 ટકાનો ઘટાડો
એવિયેશન સેક્ટર માટે એક મોટા અને રાહતના સમાચાર સ

એવિયેશન સેક્ટર માટે એક મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ માટે ઉપયોગમાં લેવાતા એવિયેશન ટર્બાઇન ફ્યુઅલ એટલે કે જેટ ફ્યુઅલની કિંમતોમાં ભારે 27 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જો કે, દેશની અંદર ઉડાન ભરતી ડોમેસ્ટિક ફ્લાઇટ્સ માટે જેટ ફ્યુઅલની કિંમતોમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. અને તે જૂના ભાવે યથાવત રાખવામાં આવી છે. ઉદ્યોગના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ મોટા ઘટાડાને કારણે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ માટે જેટ ફ્યુઅલની કિંમતોમાં પ્રતિ કિલોલિટર 400 અમેરિકન ડોલરથી પણ વધુનો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડા બાદ હવે નવી કિંમત ઘટીને આશરે 1,100 અમેરિકન ડોલર પ્રતિ કિલોલિટર થઈ ગઈ છે, જે ભારતીય ચલણમાં આશરે 1 લાખ 5 હજાર રૂપિયા પ્રતિ કિલોલિટર જેટલી થાય છે.




