VIDEO/ બિહારમાં રાજકીય ગરમાવો: પ્રધાનમંડળના વિસ્તરણ પહેલા અમિત શાહ પટના પહોંચ્યા
સોર્સ : GSTV
બિહારના પ્રધાનમંડળના વિસતરણ પહેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પટના પહોંચ્યા હતા..પટના એરપોર્ટ પર તેમનું ભવ્ય અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરોએ ફૂલહાર અને નારાઓ સાથે તેમનું અભિવાદન કર્યું હતું. એરપોર્ટની બહાર સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ મુલાકાત દરમિયાન અમિત શાહ આગામી રાજકીય રણનીતિ અંગે પક્ષના હોદ્દેદારો સાથે મહત્વની બેઠક યોજશે અને વિવિધ જાહેર કાર્યક્રમોમાં પણ ભાગ લેશે.

