Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: News of violence emerges from Kolkata's Tollygunge assembly constituency

VIDEO: કોલકાતાના ટોલીગંજ વિધાનસભા મતવિસ્તારમાંથી હિંસાના સમાચાર સામે આવ્યા

Timeછેલ્લું અપડેટ : 06 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના ટોલીગંજ વિધાનસભા મતવિસ્તારમાંથી હિંસાના સમાચાર સામે આવ્યા છે. તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મંત્રી અરૂપ વિશ્વાસની પાર્ટી ઓફિસ પર અજાણ્યા તત્વો દ્વારા હુમલો કરી ભારે તોડફોડ કરવામાં આવી છે. ઓફિસની અંદર ફર્નિચર, બારીના કાચ અને પક્ષના પોસ્ટરો વેરવિખેર હાલતમાં જોવા મળી રહ્યા છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં ભારે તંગદિલી ફેલાઈ ગઈ છે, અરૂપ વિશ્વાસના સમર્થકોએ આ હુમલા પાછળ વિરોધ પક્ષોનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે. પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને સીસીટીવી ફૂટેજની મદદથી હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે. ચૂંટણી બાદ અને રાજકીય ખેંચતાણ વચ્ચે બનેલી આ ઘટનાએ કોલકાતામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી સવાલો ઉભા કર્યા છે.

App Store
ટોપિક્સ:kolkatabjp newsbengal news