VIDEO: કેરલમની રાજધાની તિરુવનંતપુરમ ખાતે નવી સરકારના શપથ ગ્રહણ, કોંગ્રેસમાં ભારે ઉત્સાહનો માહોલ
કેરલમની રાજધાની તિરુવનંતપુરમ ખાતે નવી સરકારના શપથ ગ્રહણ સમારોહને લઈને ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની આગેવાની હેઠળના યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ UDF ના ભવ્ય વિજય બાદ, વરિષ્ઠ નેતા વી. ડી. સતીશન કેરળના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેવાના છે. આ ઐતિહાસિક ક્ષણ પૂર્વે કેરળના નિયુક્ત મુખ્યમંત્રી CM Designate વી. ડી. સતીશનના સત્તાવાર નિવાસસ્થાનની બહારથી પણ ખાસ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં વહેલી સવારથી જ સમર્થકો અને મીડિયાકર્મીઓની ભારે ભીડ જામી છે. તેમના નિવાસસ્થાન બહાર પક્ષના કાર્યકરો દ્વારા ફૂલોના હાર અને આતશબાજી સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. સતીશનના નેતૃત્વમાં રચાઈ રહેલી આ નવી સરકારના શપથ વિધિ કાર્યક્રમમાં ભાગ લેવા માટે રાષ્ટ્રીય કક્ષાના અનેક વરિષ્ઠ રાજકીય નેતાઓ અને મહાનુભાવો પણ તિરુવનંતપુરમ આવી પહોંચ્યા છે. આ શપથ ગ્રહણ સમારોહ માટે સેન્ટ્રલ સ્ટેડિયમ ખાતે તમામ સુરક્ષા અને વહીવટી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. કેરળમાં એક દાયકા લાંબા ડાબેરી શાસનનો અંત લાવીને સત્તાના સૂત્રો સંભાળવા જઈ રહેલા વી. ડી. સતીશનના આ શપથ ગ્રહણથી રાજ્યમાં એક નવા રાજકીય યુગની શરૂઆત થઈ રહી છે.

