VIDEO/ કેરળ દુર્ઘટના અપડેટ: ફટાકડા ગોડાઉન વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને 14 થયો, તપાસ તેજ
સોર્સ : GSTV
કેરળના ત્રિશૂર જિલ્લાના મુંડથિકોડ ખાતે ફટાકડાના ગોડાઉનમાં થયેલા ભયાનક વિસ્ફોટની દુર્ઘટનામાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક વધીને ૧૪ થયો છે.. જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ છે. હાલમાં વિસ્ફોટના કારણો અંગે તપાસ કરવામાં આવી રહી છે.. જેમાં ડોગ સ્કવોડની પણ મદદ લેવામાં આવી છે.. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેને કારણે આસપાસના વિસ્તારમાં ભારે નુકસાન થયું છે અને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા.. જ્યાં કેટલાકની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને રાહત બચાવની કામગીરી હાથ ધરી હતી.

