VIDEO : અયોધ્યામાં કેજરીવાલે કર્યા રામલલાના દર્શન, મંદિર ચઢાવા ચોરી મુદ્દે સરકારને ઘેરી
સોર્સ : gstv
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શુક્રવારે અયોધ્યા પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભવ્ય રામ મંદિરમાં રામલલાના દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. દર્શન બાદ મીડિયા સાથે વાત કરતા કેજરીવાલે મંદિરમાં થયેલી ચઢાવાની ચોરીના મામલે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે આ મામલે નોંધાયેલી એફ.આઈ.આર. માત્ર એક દેખાવ અને છળકપટ છે. કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે, "અમે ભગવાન રામના દર્શન કર્યા છે અને મંદિરમાં થયેલા આટલા મોટા કૌભાંડ અંગે પ્રભુને પ્રાર્થના કરી છે કે, જેમણે પણ આ પાપ કર્યું છે અને લોકોની આસ્થા સાથે ચેડાં કર્યા છે, તેમને ભગવાન રામ કઠોરતમ સજા આપે..સાથેજ તેમણે ચંપત રાય પર પણ સવાલ કર્યા

