VIDEO/ બદ્રીનાથ પાસે કંચન ગંગા ગ્લેશિયર તૂટ્યો, લોકોમાં ભય
સોર્સ : GSTV
ઉત્તરાખંડ (Uttarakhand) ના ચમોલી (Chamoli) જિલ્લામાં આવેલા બદ્રીનાથ ધામ (Badrinath Dham) નજીક કંચન ગંગા (Kanchan Ganga) વિસ્તાર ઉપર ગ્લેશિયર (Glacier) તૂટવાની ઘટના સામે આવી છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
વિડિયોમાં ગ્લેશિયર સાથે મોટા પથ્થરો ઝડપથી નીચે ધસી આવતા જોવા મળે છે. જોકે, સ્થાનિક પ્રશાસન મુજબ આ એક સામાન્ય કુદરતી ઘટના (Natural Event) છે અને કોઈ જાનહાનિ કે નુકસાન થયું નથી.
ચમોલીના પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ઉનાળાની ગરમી વધતા દર વર્ષે ગ્લેશિયર પિગળવાની અને તૂટવાની આવી ઘટનાઓ બનતી રહે છે. હાલમાં વિસ્તારમાં બચાવ અથવા ઇમરજન્સી કામગીરીની જરૂર પડી નથી.

