VIDEO/ ફણસ પ્રેમીઓ માટે ખુશખબર! થૂથુકુડી માર્કેટમાં ફણસની ધૂમ આવક શરૂ
સોર્સ : GSTV
તમિલનાડુના થૂથુકુડી માર્કેટમાં ફળોના રાજા ગણાતા ફણસની ભારે આવક શરૂ થઈ છે. પનરુટી, તાંજાવુર અને પુદુકોટ્ટાઈ જેવા વિસ્તારોમાંથી ફણસના મોટા જથ્થા બજારમાં પહોંચી રહ્યા છે. બજારમાં ફણસના ઢગલા જોવા મળી રહ્યા છે, જેના કારણે વેપારીઓ અને ગ્રાહકોમાં ભારે ઉત્સાહ છે. સ્થાનિક લોકો આ સિઝનલ ફળની ખરીદી માટે ઉમટી પડ્યા છે. વેપારીઓના મતે, આ વર્ષે પાક સારો હોવાથી આવક વધી છે, જોકે ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. ફણસની સુગંધથી આખું માર્કેટ મહેકી ઉઠ્યું છે.

