VIDEO: કન્નુરમાં ધોધમાર વરસાદથી ગરમીમાં રાહત, પણ કૃષિ પાકોને નુકસાનની ભીતિ
સોર્સ : GSTV
કેરળના કન્નુર જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે ખાબકેલા મુશળધાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. હવામાન વિભાગ દ્વારા કન્નુરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું , જે આગામી થોડા દિવસો સુધી ભારે વરસાદની આગાહી સૂચવે છે. તાલિપરમ્બા અને કન્નુરના અન્ય વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને વાહનવ્યવહારમાં અવરોધ સર્જાયો હતો. અરબી સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાતને કારણે પ્રી-મોન્સૂન જેવો માહોલ જોવા મળ્યો હતો તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા અને લોકોને વીજળી કે વાવાઝોડા સમયે સુરક્ષિત સ્થળે રહેવા ચેતવણી આપવામાં આવી હતી. આ વરસાદથી ગરમીમાં રાહત મળી હતી, પરંતુ કૃષિ પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

