VIDEO: CM વિજયે પદ સંભાળતાની સાથે જ પૂર્વ મુખ્યમંત્રી અને ડીએમકે પ્રમુખ સાથે કરી મુલાકાત
સોર્સ : gstv
તમિલનાડુના નવનિર્વાચિત મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે પદ સંભાળતાની સાથે જ પૂર્વ મુખ્યમંત્રી અને ડીએમકે પ્રમુખ એમ.કે. સ્ટાલિન સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી બન્યા બાદ બંને નેતાઓ વચ્ચેની આ પ્રથમ મુલાકાતથી રાજકીય ક્ષેત્રે અનેક અટકળો તેજ થઈ છે. અભિનેતામાંથી નેતા બનેલા વિજયની પાર્ટી ટીવીકેએ ચૂંટણીમાં 108 બેઠકો મેળવી છે, જેમાં 107 માંથી 93 ધારાસભ્યો પ્રથમવાર ચૂંટાયા છે.
વિજયને સરકાર બનાવવા માટે સીપીઆઈ, સીપીએમ, વીસીકે અને આઈયુએમએલ જેવા ડાબેરી પક્ષોએ સમર્થન આપ્યું છે. આ ચૂંટણીમાં ડીએમકેને 59 અને એઆઈડીએમકેને 47 બેઠકો મળી હતી. રાજકીય વિશ્લેષકોના મતે રાજ્યમાં સ્થિરતા જાળવવા માટે આ બેઠક મહત્વપૂર્ણ છે. સ્ટાલિનના ચેન્નાઈ સ્થિત આવાસ પર ચુસ્ત સુરક્ષા વચ્ચે આ ઐતિહાસિક મુલાકાત સંપન્ન થઈ હતી.

