Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO/ Bengal Elections: BJP candidate Vikas Sardar's car attacked in Basanti

VIDEO/ બંગાળ ચૂંટણી:બાસંતીમાં ભાજપના ઉમેદવાર વિકાસ સરદારની કાર પર હુમલો

Timeછેલ્લું અપડેટ : 29 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના બીજા તબક્કાના મતદાન દરમિયાન દક્ષિણ 24 પરગણા જિલ્લામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી છે. બાસંતી વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિકાસ સરદાર જ્યારે બૂથ નંબર 76ની મુલાકાતે પહોંચ્યા હતા, ત્યારે તેમની કાર પર કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો. ભાજપે આક્ષેપ કર્યો છે કે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ આ હુમલો કર્યો હતો અને વિકાસ સરદારના સુરક્ષાકર્મીઓ પાસેથી હથિયાર આંચકી લેવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે વિસ્તારમાં ભારે તંગદિલી ફેલાઈ ગઈ હતી અને સુરક્ષા દળોએ પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે વધારાની ટુકડીઓ તૈનાત કરવી પડી હતી.

App Store