Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO/ Badrinath Dham's doors opened: decorations made with 25 quintals of flowers

VIDEO/ બદ્રીનાથ ધામના કપાટ ખુલ્યા: 'જય બદ્રી વિશાલ'ના નાદ સાથે ગુંજી ઉઠ્યું ઉત્તરાખંડ, 25 ક્વિન્ટલ ફૂલોથી કરાયો ભવ્ય શણગાર

Timeછેલ્લું અપડેટ : 23 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ચમોલી/નવી દિલ્હી: ચારધામ યાત્રાના શિખર સમાન ભગવાન બદ્રીનાથ ધામના કપાટ આજે 23 એપ્રિલ 2026, ગુરુવારના રોજ વહેલી સવારે 6:15 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા છે. વૈદિક મંત્રોચ્ચાર અને સંપૂર્ણ વિધિ-વિધાન સાથે કપાટ ખુલતાની સાથે જ સમગ્ર પરિસર 'જય બદ્રી વિશાળ' અને 'માતા લક્ષ્મી'ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. આ પવિત્ર ક્ષણના સાક્ષી બનવા માટે દેશ-વિદેશના હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.

25 ક્વિન્ટલ ફૂલોનો અદભૂત શણગાર

આ વર્ષે બદ્રીનાથ મંદિરને અત્યંત ખાસ રીતે સજાવવામાં આવ્યું છે. લગભગ 25 ક્વિન્ટલ ફૂલો દ્વારા મંદિરને ભવ્ય રૂપ અપાયું છે. શણગારમાં પ્રથમવાર ફૂલોની મદદથી 'ૐ લક્ષ્મીપતિ નમો', 'જય શ્રી બદ્રી નારાયણ' અને 'વૈકુંઠાય નમો' જેવા પવિત્ર સંદેશાઓ કંડારવામાં આવ્યા છે, જે શ્રદ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

મુખ્યમંત્રી ધામીની ઉપસ્થિતિમાં પૂજા-અર્ચના

કપાટ ખુલવાના આ પવિત્ર અવસરે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ ખાસ હાજર રહ્યા હતા. તેમણે ભગવાન બદ્રી વિશાળના દર્શન કરી રાજ્યની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. કપાટ ખુલ્યા બાદ સવારથી જ શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી રહી છે.

ચારધામ યાત્રાનો સંપૂર્ણ પ્રારંભ

બદ્રીનાથ ધામના દ્વાર ખુલવાની સાથે જ હવે ઉત્તરાખંડની પવિત્ર ચારધામ યાત્રા સંપૂર્ણ રીતે શરૂ થઈ ગઈ છે.

  • 19 એપ્રિલ: અક્ષય તૃતીયાના દિવસે ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ ખુલ્યા હતા.

  • 22 એપ્રિલ: કેદારનાથ ધામના દ્વાર ખોલવામાં આવ્યા હતા.

  • 23 એપ્રિલ: આજે બદ્રીનાથના કપાટ ખુલતા હવે ચારેય ધામ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા છે.

દર્શનનો સમય અને વ્યવસ્થા

આજે સવારે 10 થી 11 વાગ્યા દરમિયાન ભગવાનના પુષ્પ શૃંગારના દર્શન યોજાશે અને ત્યારબાદ મહાભિષેક સાથે નિત્ય પૂજાનો પ્રારંભ થશે. ભીડને જોતા ચમોલી પ્રશાસન દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેથી યાત્રાળુઓને દર્શનમાં કોઈ અગવડ ન પડે.

App Store