VIDEO/ અયોધ્યા રામ મંદિરમાં ભક્તોને મોટી રાહત: કાળઝાળ ગરમીથી બચવા પરિસરમાં તૈયાર કરાયા અત્યાધુનિક AC વેઇટિંગ હોલ
સોર્સ : GSTV
અયોધ્યામાં નિર્મિત ભવ્ય રામ જન્મભૂમિ મંદિરમાં શ્રદ્ધાળુઓની સુવિધામાં વધારો કરતા ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભક્તોને કાળઝાળ ગરમી અને પ્રતિકૂળ હવામાનથી બચાવવા માટે મંદિર પરિસરમાં અત્યાધુનિક એર-કન્ડિશન્ડ વેઇટિંગ હોલ તૈયાર કરવામાં આવ્યા છે. રામલલાના દર્શન કરવા માટે દેશ-વિદેશથી આવતા લાખો શ્રદ્ધાળુઓને લાંબી કતારોમાં ઉભા રહેતી વખતે કોઈ તકલીફ ન પડે તે હેતુથી આ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સુવિધાને કારણે ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને મોટી રાહત મળશે. આ વેઇટિંગ હોલ્સમાં ભક્તો આરામથી બેસી શકશે અને પ્રતીક્ષા કરી શકશે, જેનાથી દર્શનની પ્રક્રિયા વધુ સુગમ અને આરામદાયક બનશે.

