VIDEO: ઉત્તરાખંડના ચમોલી ભૂસ્ખલન દુર્ઘટના: પાંચ દિવસની શોધખોળ બાદ બે વધુ શ્રમિકોના મૃતદેહ મળતા કુલ મૃત્યુઆંક ૧૦ પર પહોંચ્યો
સોર્સ : gstv
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં વિષ્ણુગઢ-પીપલકોટી હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ સ્થળે સર્જાયેલા ભૂસ્ખલનમાં પાંચ દિવસ બાદ વધુ બે ગુમ કામદારોના મૃતદેહ મળી આવ્યા છે..આ સાથે જ આ દુર્ઘટનામાં કુલ મૃત્યુઆંક વધીને ૧૦ થયો છે. એસડીઆરએફના કમાન્ડન્ટ અર્પણ યદુવંશીએ જણાવ્યું કે અંદાજે ૨૦૦ કર્મચારીઓની મદદથી છ દિવસ સુધી ચાલેલી આ સઘન બચાવ કામગીરી હવે પૂરી થઈ છે....૧૩ ઓગસ્ટના રોજ ટનલના કોંક્રિટિંગ કામ દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી...

