Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Uttarakhand Avalanche / 50 workers rescued in Chamoli, 4 dead

ઉત્તરાખંડ હિમસ્ખલન / ચમોલીમાં 50 કામદારોનું કરાયું રેસ્ક્યું, 4ના મોત

Timeછેલ્લું અપડેટ : 01 Mar 2025
લાઇવ ટીવીGoogle News
ઉત્તરાખંડ હિમસ્ખલન / ચમોલીમાં 50 કામદારોનું કરાયું રેસ્ક્યું, 4ના મોત

ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં સતત હિમવર્ષાને કારણે કર્ફ્યુ જેવી સ્થિતિ સર્જાઈ છે. હિમવર્ષાને કારણે ઘણા રૂટ બંધ થઈ ગયા છે. રસ્તાઓ પર અનેક કિલોમીટર સુધી બરફ ફેલાયેલો છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આજે પણ ઉત્તરાખંડના ઘણા જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. આ ત્યારબાદ 3 અને 4 માર્ચે પણ હવામાન ખરાબ રહેવાની શક્યતા છે. ગઈકાલે ઉત્તરાખંડના ચમોલીમાં હિમસ્ખલનના કારણે 55 શ્રમિકો દટાઈ ગયા હતા. જેમાંથી 49 શ્રમિકોને બચાવાયા છે.

App Store

ગુરુવારે, ઉત્તરાખંડના માનામાં ગ્લેશિયર તૂટવાને કારણે એક મોટો હિમસ્ખલન થયો હતો. જેના કારણે BRO કેમ્પને નુકસાન થયું છે. આ સમયગાળા દરમિયાન, 55 કામદારો બરફ નીચે દટાયા હતા, જેમાંથી 50  લોકોને બચાવી લેવામાં આવ્યા છે.  ચાર  કામદારના મોતના અહેવાલ છે. જોકે, હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

હિમસ્ખલનનું એલર્ટ

શનિવારે દહેરાદૂન, ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, ટિહરી, પૌડી, ચમોલી, પિથોરાગઢ, બાગેશ્વર, અલમોડા, નૈનિતાલ અને ચંપાવતમાં વરસાદની શક્યતા છે. 2500 મીટર અને તેથી વધુ ઊંચાઈવાળા સ્થળોએ હળવીથી મધ્યમ હિમવર્ષા થઈ શકે છે. હિમસ્ખલન અંગે પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

ગ્લેશિયર તૂટવાને કારણે ભારે હિમસ્ખલન

ઉત્તરાખંડના ઉત્તરકાશી, ચમોલી, રુદ્રપ્રયાગ, પિથોરાગઢ અને બાગેશ્વરમાં હિમસ્ખલન અંગે ચેતવણી જારી કરવામાં આવી છે. આમાં ચમોલી જિલ્લો સૌથી વધુ જોખમમાં છે. તમને જણાવી દઈએ કે, શુક્રવારે ઉત્તરાખંડના માણામાં ગ્લેશિયર તૂટવાને કારણે ભારે હિમસ્ખલન થયું હતું. જેના કારણે BRO કેમ્પને નુકસાન થયું છે.

એવી માહિતી મળી હતી કે, અહીં લગભગ 55 શ્રમિકો હાજર હતા. હિમસ્ખલનને કારણે ઘણા માર્ગો બંધ થઈ ગયા છે. ઘણી જગ્યાએ નુકસાન પણ થયું છે. સરહદી જિલ્લામાં વરસાદ અને હિમવર્ષાને કારણે, ગંગોત્રી હાઈવે પર ગંગાણીથી આગળનો વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. ગંગાણી અને ગંગોત્રી વચ્ચેના હાઇવે પર ડબરાણી ખાતે હિમસ્ખલન થયું છે.

ફરીથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ

હાલમાં ચમોલીમાં હવામાન સાફ થઈ ગયું છે. વરસાદ અને હિમવર્ષા બંધ છે. સવારે ફરી  રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. બદ્રીનાથ ધામ ખાતે હાજર સેના અને ITBP ગુમ થયેલા શ્રમિકોને શોધી રહ્યા છે. અથાક પ્રયાસો બાદ ભારતીય સેનાએ વધુ 14 શ્રમિકોને બચાવ્યા છે. માણા હિમસ્ખલન સ્થળ પરથી એક શ્રમિક ગંભીર હાલતમાં મળી આવ્યો છે.

50  શ્રમિકોને બચાવાયા

બચાવવામાં આવેલા શ્રમિકોને તબીબી સહાય અને વધુ સારવાર માટે માણા આર્મી કેમ્પમાં લાવવામાં આવ્યા છે. હાલમાં બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે. હેલિકોપ્ટર સેવા પણ શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં બરફ નીચે દટાયેલા 50  લોકોને બચાવી લેવામાં આવ્યા છે. 

સીએમ ધામીએ આપ્યો નિર્દેશ

બીજી તરફ સીએમ ધામીએ માણા નજીક હિમસ્ખલનમાં ફસાયેલા શ્રમિકોને બચાવવા માટે કરવામાં આવી રહેલી રાહત અને બચાવ કામગીરી વિશે ફોન પર વિગતવાર માહિતી લીધી છે. ગઈકાલે ખસેડવામાં આવેલા ગંભીર રીતે ઘાયલ કામદારોને ઉચ્ચ કેન્દ્રોમાં એરલિફ્ટ કરવા અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે.

સીએમ ધામી ઘટનાસ્થળ પર પહોંચ્યા

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ હવાઈ સર્વેક્ષણ કર્યું અને ઘટનાસ્થળે પહોંચી બચાવ ટીમ પાસેથી માહિતી મેળવી છે. ખરાબ હવામાનના કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સીએમ ધામીએ રેસ્ક્યુ કરેલા શ્રમિકો સાથે મુલાકાત કરી. 

અનેક હાઈવે બંધ

બરફના કારણે ધૌતીધારથી આગળ ગોપેશ્વર ચોપટા હાઈવે બંધ છે. જ્યારે કાવંડ બંધથી આગળ ચાર કિમી વિસ્તારમાં ઔલી જોશીમઠ મોટર રોડ બંધ છે. ભાપકુંડથી આગળ નીતિ મલારી હાઈવે બંધ છે. જ્યારે બદ્રીનાથ હાઈવે હનુમાન ચટ્ટી હિમવર્ષાના કારણે બંધ છે. ગોપેશ્વરની આસપાસ ભારે કરા પડ્યા છે.