વકફ બિલની JPC બેઠકમાં હોબાળો, 10 સાંસદને એક દિવસ માટે સસ્પેન્ડ કરાયા

વકફ સુધારા બિલ પર JPC બેઠકમાં બબાલ મચી છે. વિપક્ષીઓની બબાલ જોતાં માર્શલ્સને બોલાવવાની ફરજ પડી હતી. અસદુદ્દીન ઓવૈસી અને કલ્યાણ બેનર્જી સહિત 10 વિપક્ષી સાંસદોને એક દિવસ માટે JPC સભ્યપદમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિપક્ષી સાંસદોનો આરોપ છે કે, તેમની વાત સાંભળવામાં આવી રહી નથી. આ પહેલી વાર નથી જ્યારે JPC બેઠકમાં માથાકૂટ થઈ હોય. અગાઉની બેઠકમાં પણ વિવાદો થયા છે.
જણાવી દઈએ કે, સસ્પેન્ડ કરાયેલા વિપક્ષી સાંસદોમાં કલ્યાણ બેનર્જી, મોહમ્મદ જાવેદ, એ રાજા, અસદુદ્દીન ઓવૈસી, નાસિર હુસૈન, મોહિબુલ્લાહ, એમ. અબ્દુલ્લા, અરવિંદ સાવંત, નદીમુલ હક, ઇમરાન મસૂદનો સમાવેશ થાય છે.
આ હોબાળો જોઈને માર્શલ બોલાવવામાં આવ્યું. ત્યારબાદ જેપીસી પ્રમુખ જગદંબિકા પાલ દ્વારા વિપક્ષના અસદુદ્દીન ઓવૈસી અને કલ્યાણ બેનર્જી સહિત 10 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિપક્ષના સાંસદોનો આક્ષેપ છે કે, 'અમારી વાત નથી સાંભળવામાં આવતી.' વકફ સુધારા બિલ મુદ્દે JPCની આ બેઠક બે દિવસ ચાલશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 27 અથવા 28 જાન્યુઆરીએ JPC દ્વારા રિપોર્ટ રજૂ કરવામાં આવી શકે છે.
ચર્ચા દરમિયાન વિપક્ષના સાંસદો બેઠક છોડીને ચાલ્યા ગયા હતા. જે બાદ અધ્યક્ષ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. TMC, DMK, કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના નેતાઓને JPCમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

