VIDEO: PM મોદીના જન્મદિવસે સિલિગુડીમાં અનોખી ઉજવણી, બાળકો બન્યા ‘મોદી’
સોર્સ : gstv
પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓએ અનોખી રીતે ઉજવણી કરી હતી. વિદ્યાર્થીઓમાંથી કેટલાકે વડાપ્રધાન મોદી જેવા કપડાં પહેર્યા હતા, જ્યારે અન્ય બાળકોએ તેમના ચહેરાવાળા માસ્ક પહેરીને કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
શાળામાં વિદ્યાર્થીઓએ કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે બાળકોએ ઉત્સાહપૂર્વક વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો અને સમગ્ર વાતાવરણ ઉત્સવમય બન્યું હતું. વિદ્યાર્થીઓની આ અનોખી ઉજવણીનો હેતુ વડાપ્રધાનના જન્મદિવસને ખાસ રીતે યાદગાર બનાવવાનો હતો. સિલિગુડીની આ ઉજવણીની તસવીરો અને વીડિયો પણ ચર્ચામાં આવ્યા છે.

