Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Underworld don Arun Gawli released from jail after 17 years

17 વર્ષ બાદ અંડરવર્લ્ડ ડોન અરૂણ ગવળી આવ્યો જેલમાંથી બહાર, શિવસેના નેતાની કરી હતી હત્યા

Timeછેલ્લું અપડેટ : 03 Sept 2025
લાઇવ ટીવીGoogle News
17 વર્ષ બાદ અંડરવર્લ્ડ ડોન અરૂણ ગવળી આવ્યો જેલમાંથી બહાર, શિવસેના નેતાની કરી હતી હત્યા
સોર્સ : gstv

વર્ષ 2007માં હત્યાના એક કેસમાં જેલમાં 17 વર્ષ વિતાવ્યા પછી ગેંગસ્ટર અરુણ ગવળી બુધવારે નાગપુરની સેન્ટ્રલ જેલથી બહાર આવ્યો છે. સુપ્રીમ કોર્ટે અરુણ ગવળીની જામીન મંજૂર કર્યા છે. લોકો અરુણ ગવળીને 'ડેડી'ના નામથી પણ ઓળખે છે. મુંબઈના ઘાટકોપરના નગરસેવક કમલાકર જામસાંદેકરની હત્યાના કેસમાં તેને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી. જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ એન. કોટિશ્વર સિંહની બેન્ચે કહ્યું કે, ગવળીની જામીન અરજી મંજૂર કરવામાં આવ્યા છે.  

App Store

નીચલી કોર્ટ દ્વારા લાદવામાં આવેલી શરતો હેઠળ મળ્યા જામીન 

એક અધિકારીએ જણાવ્યું કે, જેલની બધી કાયદેસરની ફૉર્મેલિટી પૂર્ણ કર્યા પછી ગવળી બપોરના લગભગ 12:30 વાગ્યે જેલથી બહાર આવ્યો. તેના પરિવારના સભ્યો અને સમર્થકોએ તેનું સ્વાગત કર્યું. ગવળી પર મહારાષ્ટ્ર સંગઠિત અપરાધ નિયંત્રણ અધિનિયમની જોગવાઈ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. હાઇકોર્ટે ગવળીને નીચલી અદાલત દ્વારા લગાવેલા નિયમો અને શરતો હેઠળ જામીન આપ્યા છે.

દગડી ચાલથી ચર્ચામાં આવ્યો અરુણ ગવળી 

ગવળીએ બૉમ્બે હાઈકોર્ટના 9 ડિસેમ્બર, 2019ના એ નિર્ણયને પડકાર આપ્યો હતો. જેમાં નીચલી અદાલત દ્વારા આપવામાં આવેલી આજીવન કારાવાસની સજા જાળવી રાખવામાં આવી હતી. અરુણ ગવળીએ મુંબઈના ભાયખલા વિસ્તારના દગડી ચાલીથી ચર્ચામાં આવ્યો હતો અને તેણે અખિલ ભારતીય સેનાની સ્થાપના કરી હતી. તે 2004થી 2009 સુધી મુંબઈના ચીંચપોકલી વિધાનસભા ક્ષેત્રથી વિધાયક પણ રહ્યો હતો. ઑગસ્ટ 2012માં, મુંબઈની એક સેશન્સ કોર્ટે ગવળીને શિવસેનાના નગરસેવકની હત્યાના કેસમાં આજીવન કારાવાસની સજા સંભળાવી હતી અને 17 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

ટોપિક્સ:arun gawliunder world dongstv