VIDEO: રહેણાંક મકાનોમાં અનધિકૃત પીજી માત્ર દિલ્હી પૂરતું નહીં, પરંતુ રાષ્ટ્રવ્યાપી નિર્દેશો જારી કરવા સુપ્રીમ કોર્ટની વિચારણા
સોર્સ : gstv
દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં બનેલી પીજી દુર્ઘટના બાદ સુપ્રીમ કોર્ટે દેશભરમાં વિદ્યાર્થીઓના રહેઠાણની સુરક્ષા અંગે ગંભીર નોંધ લીધી છે. જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેંચ સમક્ષ એમિકસ ક્યુરી અજિત કુમાર સિંહાએ દિલ્હીની ખાનગી હોસ્ટેલ અને પેઇંગ ગેસ્ટ આવાસના વ્યાપક સેફ્ટી ઓડિટની માંગણી કરી હતી. આ મામલે આગામી ૧૦ સપ્ટેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવશે. કોર્ટે જણાવ્યું હતું કે રહેણાંક મકાનોમાં ચાલતા અનધિકૃત પીજી અને સ્ટ્રક્ચરલ ફેરફારો સામે માત્ર દિલ્હી પૂરતું નહીં, પરંતુ રાષ્ટ્રવ્યાપી ધોરણે કડક દિશા-નિર્દેશો જારી કરવા અંગે વિચારણા કરવામાં આવી શકે છે.

